મોરબી : મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં તારીખ 23 જુલાઈ અને 24 જુલાઈના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં આવતી કાલ તા. 23-7-2025ના રોજ સવારે 7 થી 3 કલાક સુધી વિશાલદીપ ફીડરમાં આવતા વિસ્તારો જેવા કે, જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ 1-5, શક્તિ ચેમ્બર 1-3, શક્તિ ઈન્ડસ્ટ્રી. એસ્ટેટ, સિરામિક સિટી, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. આ ઉપરાંત કેરાળા જે.જી.વાય, રાજા & એરિકોન ઇન્ડ. ફીડરમાં આવતા હરીપર કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8 થી બપોરનાં 5 કલાક દરમ્યાન વીજ પુરવઠો બંધ રહેશે.તથા તારીખ 24-7-2025ના રોજ સવારે 7 થી 2:30 કલાક દરમ્યાન પરશુરામ ફીડરમાં આવતા વિસ્તારોમાં જેવા કે, શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.