મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 22 જુલાઈ ને મંગળવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, તુવેર, મગ, રાય, ચણા, એરંડા અને સીંગદાણા તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 412 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 545 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 175 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ 1790 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 1000, જીરુંના 3710, બાજરાના 579, તુવેરના 1234, મગના 1442, રાયના 1400, ચણાના 1051, એરંડાના 1288 અને સીંગદાણાના 1470 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.