મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાં જલાલચોક વિસ્તારમાં ભાડાની ઓરડીમાંથી રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજાને 400 લિટર દેશી દારૂ કિંમત રૂ. 80,000/- ની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો તેને શાનબાજ આશીફ મીર (રહે. ધાંગધ્રા)એ આપ્યો હોવાનું ખુલતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર આર.એસ. પટેલ, પો.સબ.ઇન્સ. જે.સી. ગોહિલ, એ.એસ.આઈ. કિશોરભાઈ મિયાત્રા, સવજીભાઈ દાફડા, વિજયદાન ગઢવી, પો. હેડકોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, પો. કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, જયદીપભાઈ દેવસુર, રવિભાઈ ચૌધરી, પ્રુથ્વિરાજસિંહ જાડેજા અને અશ્વિનસિંહ સુર સહિતનો સ્ટાફ જોડાયો હતો.