વિદ્યાર્થીઓમાં વૈશ્વિક નેતૃત્વના ગુણોનુ સિંચન કરવાના હેતુસર MUN 2025નું આયોજન કરાયું: વિદ્યાર્થીઓએ વિવિધ દેશોના પ્રતિનિધિઓની ભૂમિકા ભજવીમોરબી : વિદ્યાર્થીઓમાં વૈશ્વિક નેતૃત્વના ગુણોના સિંચન હેતુસર મોરબીની OSEM CBSE સ્કૂલ ખાતે MUN (Model United Nations) 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓમાં વૈશ્વિક નેતૃત્વના ગુણોનો વિકાસ થાય, વૈશ્વિક સમસ્યાઓ અને તેના ઉકેલ, વિવિધ દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોનો વિકાસ તેમજ વિવિધ કરારો કઈ રીતે થાય, તે ઉપરાંત United Nations (સંયુક્ત રાષ્ટ્ર સંઘ) ની કાર્યપ્રણાલી જેવી વિવિધ બાબતો અંગે વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર MUN 2025નું OSEM CBSE સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિવિધ દેશોના પ્રતિનિધિઓની ભૂમિકા ભજવી હતી.સ્કૂલના પ્રિન્સિપાલ દીપા શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોટા, DIETના આચાર્ય વિજયભાઈ સુરેલીયા, ડો. સંદીપ ચાવડા, સ્લોગન ગ્રુપના મિતલ સંઘાણી, માસૂમ વિદ્યાલયના આચાર્ય અંકિત મેવાણી, ક્લાક્સ્ પ્રિમિયર-કોટાના મેનેજિંગ ડિરેક્ટર રીચા શર્મા, અને OSEM CBSEના ટ્રસ્ટીઓ સુમંતભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ રોકડ, સૂર્યરાજસિંહ જેઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.