મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા તારીખ 21 જુલાઈના રોજ મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વિઠલાપરા, પાર્થભાઈ ગડારા તથા વાત્સલ્યભાઈ ગડારા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને વ્યસન ના કરવું અને બીજાને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા.સાથે જ બાળકોને વ્યસન મુક્તિ અને વિદ્યાર્થી જીવનમાં તેમને શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના સંચાલક કિશોરભાઈ શુક્લ તેમજ શાળાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. કાર્યક્રમના અંતે ગાયત્રી પરિવાર દ્વારા બાળકોને વ્યસન મુક્ત રહેવા માટે 100 જેટલી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.