વિદ્યાર્થીનીઓની માંગ એસટીએ સ્વીકારી : અધિકારીએ લેખિત ખાતરી આપીમોરબી : મહેન્દ્રનગરમાં એસટી બસના પ્રશ્નને લઈને વિદ્યાર્થીનીઓ અને વાલીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અંદાજે 4 કલાક બાદ એસટી વિભાગે તમામ માંગ સ્વિકારતા આ ચક્કાજામ હટાવી લેવામાં આવ્યો છે. મહેન્દ્રનગરમાં દરરોજ 80 વિદ્યાર્થીનીઓ મોરબી સુધી આપડાઉન કરે છે. આ વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ એસટી બસની ખૂબ અનિયમિતતા રહે છે. ઉપરથી આવતી બસોમાં તેમને બેસવા દેવામાં આવતા નથી. જેના કારણે તેમના શિક્ષણને અસર પહોંચી રહી છે. જેથી આજે સવારે 7 વાગ્યાથી તેઓએ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામ બાદ એસટીના અધિકારીઓએ લેખિત ખાતરી આપી હતી. ઉપરાંત બસ પણ શરૂ કરાવી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો. આ ઉપરાંત કંડકટરને ગેરવર્તન ન કરવાની સૂચના આપવાની અને એક મહિનામાં અહી બસ સ્ટેન્ડ બનાવવા માટેની તજવીજ હાથ ધરવાની પણ ખાતરી અપાઈ હતી. જેથી વિદ્યાર્થીનીઓ દ્વારા ચક્કજામ હટાવી લેવામાં આવ્યો છે.