મોરબી : મોરબીમાં જેલ રોડ ઉપર ટીસીમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે આ ટીસીની પાસેથી જ એક વ્યક્તિ પસાર થયો હતો. ત્યારે ધડાકાભેર શોર્ટ-સર્કિટ થયું હતું. સદનસીબે કોઈ અણબનાવ બન્યો નથી. ત્યારબાદ આ ટીસીમાં એક પેટી સળગી ઉઠી હતી.