મોરબી : ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારાના મોરબી જિલ્લાના મહિલા પાંખના હોદ્દેદારોની નિમણૂક પ્રદેશની કોર કમિટી સાથે પરામર્શ કરીને પ્રદેશ અધ્યક્ષ મુખી મહારાજ દ્વારા કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે પ્રજાપતિ ભાનુબેન રમણીકભાઈ મૈજડીયા, મોરબી જિલ્લા મહિલા પ્રભારી તરીકે પ્રજાપતિ ગૌરીબેન મહાદેવભાઈ ઉભડીયા અને મોરબી જિલ્લા મહિલા મહામંત્રી તરીકે મોરબીના પ્રજાપતિ પ્રવિણાબેન પ્રવિણભાઈ સવાડીયાની નિમણૂક કરાઈ છે.