માનસર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને કરાઈ લેખિત અરજી મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામથી માનસર નારણકા સુધીનો ડામર પટ્ટી રોડ તૂટી ગયો છે. જેને લઈને માનસર ગ્રામ પંચાયત દ્વારા આજે 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને અરજી કરી તાત્કાલિક પેચવર્ક કરવાની માંગ કરવામાં આવી છે. આ રસ્તો અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક ગ્રામજનો અને ધંધા અર્થે અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું અરજીમાં જણાવાયું છે. તેથી તાત્કાલિક સમારકામ કરી રસ્તાને યોગ્ય કરવા માંગ કરાઈ છે.