મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા આજે નવા બસ સ્ટેન્ડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ ઓડિશામાં NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) ના પ્રમુખ દ્વારા એક 19 વર્ષીય વિદ્યાર્થીની પર કથિત બળાત્કારની ઘટનાના વિરોધમાં હતો. તાજેતરમાં ઓડિશામાં બનેલી આ ઘટનામાં NSUI ના પ્રમુખ દ્વારા રાત્રિ ભોજન દરમિયાન કોલ્ડ્રિંક્સમાં ડ્રગ્સ ભેળવીને વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ શરમજનક ઘટના વિરુદ્ધ સમગ્ર ભારતમાં ABVP દ્વારા તમામ જિલ્લા કેન્દ્રો પર ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા છે. જે અનુસંધાનમાં, ABVP મોરબીએ પણ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું.