ડો.સત્યરાજસિંહ જાડેજાએ આપેલી એક અઠવાડિયાની સારવાર સફળ થતા દર્દીને હસતા મોઢે રજા અપાઈમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વૃદ્ધ દર્દીને હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડામાં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગોની આયુષ હોસ્પિટલમાં ડો.સત્યજીસિંહ જાડેજા દ્વારા સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે.આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવ્યા અનુસાર 8 જુલાઈ, 2025 મંગળવારના રોજ રાત્રે 78 વર્ષના મહિલા દર્દી આયુષ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં આવ્યા હતા. ત્યારે ડૉ. સત્યજીસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે એમનું જમણી બાજુનું હૃદય ફેઈલ થયું છે અને જમણી બાજુનું હૃદય પહોળું થયું છે. ફેફસામાં ઇન્ફેકશન ફેલાયેલું છે. ફેફસામાં જતી લોહીની નળીમાં ઊંચું દબાણ છે. હૃદયના ધબકારા અનિયમિત છે. કીડનીને ડેમેજ થયેલું છે, આંતરડામાં સોજો આવેલો છે. આમ આટલા બધા જટિલ રોગો એક સાથે લાગુ પડેલા હોઈ દર્દીની સ્થિતિ ગંભીર હતી. દર્દીએ ભાવુક થઈ ને ડો. સત્યજીસિંહ જાડેજાને ખુબજ ગંભીર અવાજે વિનંતી કરેલી કે ' સાહેબ મને ગમે તેમ કરીને તમારે ઉભી કરવાની છે. મને ખબર છે મારી હાલત ખુબ ગંભીર છે.' અને ડો. સત્યજીસિંહ જાડેજા તેમજ આયુષ હોસ્પિટલની એક અઠવાડિયાની સારવાર સફળ થતા દર્દી ને હસતા મોઢે રજા આપતા, દર્દી તેમજ તેમના સગાઓએ તબીબ તેમજ આયુષ હોસ્પિટલનો ખુબ આભાર માન્યો હતો.