ટંકારા : પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિના સંદેશાને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે આજ રોજ શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળા અને શ્રી હડમતીયા કુમાર પ્રાથમિક શાળા દ્વારા સંયુક્તપણે 'એક પેડ માં કે નામ' અભિયાન અને 'બેગ લેસ ડે' અંતર્ગત ભવ્ય પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં ધોરણ 5 થી 8ના કુલ 150 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીનું આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયમાં પર્યાવરણના મહત્વ વિશે જાગૃતિ લાવવી, એક પેડ' (એક વૃક્ષ) ના સંદેશા દ્વારા દરેક વ્યક્તિને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેનું જતન કરવા પ્રોત્સાહિત કરવા, પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે લોકોને વાકેફ કરવા અને તેના ઘટાડા માટે પ્રેરિત કરવા, વિદ્યાર્થીઓને પુસ્તકોના ભારણમાંથી મુક્તિ આપી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ અને અન્ય સામાજિક વિષયોનું પ્રાયોગિક જ્ઞાન આપવું. બાળકો દ્વારા સમાજમાં સંદેશ પ્રસાર: બાળકોના માધ્યમથી સમાજમાં પર્યાવરણ સુરક્ષાનો સંદેશ અસરકારક રીતે ફેલાવવાનો હતો.