મોરબી : મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજનાના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન તા. 19-7-2025ને શનિવારના રોજ કરવામાં આવ્યું. જેમાં પહેલા સેશનમાં પ્રો. ડો. પ્રેરણા બૂચએ ઉપસ્થિતિ આપી હતી. તેઓ હાલ K.S.N. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ માં ફરજ બજાવી રહ્યા છે. તેમને આજે બધાજ ફેકલ્ટીને Professonal Etiquette વિશે માહિતી આપી હતી. તેમને પોતાના વકતવ્યમાં કઈ રીતે સારા મેનર્સ કેળવી શકાય અને તેનાથી આપણા અંગત જીવનમાં શું ફાયદો થાય તેમજ વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે વર્તવું, કઈ રીતે વિદ્યાર્થીઓ આપણને સરળતાથી સમજી શકે, આપણે માત્ર એક જ નથી પણ આપણે ઘણા બધા લોકો સાથે સંકળાયેલા છીએ, વગેરે જેવી ખૂબ જ જરૂરી વાતો શીખવી હતી.આ પ્રોગ્રામનાં બીજા સેશનમાં ડો. અર્જુન દવે ઉપસ્થિત રહ્યાં હતા. તેમને બધા જ પ્રોફેસર ને NEP - 2020 વિશે માહિતી આપી હતી. તેનું બંધારણ કઈ રીતે થયું, તે આપણને કઈ રીતે ઉપયોગી છે, અને આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ. તેમજ તેમને બધાને સમજાવ્યું કે કોઈ પણ કોઈ ને શીખવી શકતા નથી શીખવાનું કામ જાતે કરવું પડે છે. અને એ પ્રોસેસમાં આપણાથી વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી થવાય, Bloom Taxonomyની જરૂરી માહિતી પણ આપી તેમજ મેન્ટરીંગ, ઓરિએન્ટેશન અને એસેસમેન્ટ વિશે પણ ખૂબ ઊંડાણ પૂર્વક સમજાવ્યું. આ સંપૂર્ણ કાર્યક્ર્મ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે ઉપયોગી નીવડેએ રીતે પૂર્ણ થયો હતો.