મોરબી : મોરબી કચ્છ કડવા પાટીદાર નવચેતન યુવક મંડળ મોરબી તરફથી સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 20 યુવાનોએ રક્તદાન કર્યું હતું. મહત્વનું છે કે, દર વર્ષે કચ્છ કડવા પાટીદાર નવચેતન યુવક મંડળ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. બ્લડ કેમ્પને સફળ બનાવવામાં સુનિલભાઈ, ધવલભાઈ, મુકેશભાઈ પદમાણી અને દિવ્યેશ, રાઘવ નાકરાણીએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.