હળવદ : હળવદ શહેરના સરા રોડ ઉપર સદભાવના સ્કૂલ સામે કાચા રસ્તા ઉપર નંબર પ્લેટ વગરનું એક એક્ટિવા રેઢી હાલતના પડ્યું હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી એક્ટિવા ચેક કરતા એક્ટિવામાંથી વિદેશી દારૂની 10 બોટલ તેમજ બિયરના 20 ટીન મળી આવતા પોલીસે રૂપિયા 18,400નો દારૂ બિયર તેમજ 30 હજારનું એક્ટિવા મળી કુલ 48,400નો મુદ્દામાલ કબ્જે કરી હાજર નહિ મળી આવેલ આરોપી યશ ઉર્ફે નાથાભાઇ સોનારા રહે.રઘુનંદન સોસાયટી, સરા રોડ, મૂળ રહે.મયુરનગર વાળા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.