વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી જેતપરડા રોડ ઉપર આવેલ પ્રોમેકટ કારખાનામાં કામ કરતા પાગલીયા શ્યામલાલ ચૌહાણ નામના શ્રમિક પતરાં ઉપર ચડી સમારકામ કરી રહ્યા હતા ત્યારે ઉંચાઈ ઉપરથી પડી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા સમયે રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.