વરલીની કપાત લેનાર બુકીનું નામ ખુલ્યુંમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ વિસ્તારમાં વરલી મટકાના જુગારના બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને ઝડપી લેતા બન્ને આરોપીઓએ એક જ બુકી પાસે કપાત કરાવતા હોવાનું સામે આવતા કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.પ્રથમ દરોડામાં મોરબીના વાવડી રોડ અને પંચાસર રોડની વચ્ચે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી અસલામશા રમજુશા શાહમદાર નામના શખ્સને મોબાઈલ ફોનમાં જાહેરમાં વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 તેમજ 5000નો એક મોબાઈલ ફોન પોલીસે કબ્જે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીકથી પોલીસે આરોપી મનીષ મહેન્દ્રભાઈ જોશી રહે.ગાયત્રી નગર, વાવડી રોડ વાળાને રોકડા રૂ.1040 સાથે વરલીના આંકડા લખતા ઝડપી લીધો હતો.બન્ને આરોપીઓની પૂછતાછમાં વરલીના આકડાની કપાત આરોપી કિશન ભરવાડ રહે.માધાપર મોરબી વાળા પાસે કરાવતા હોવાનું કબુલતા બન્ને કિસ્સામાં કિશનને ફરાર દર્શાવી ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.