મોરબી : મોરબી જિલ્લામાં આજે અનેક વિસ્તારોમાં સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે. મેઘરાજા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસી રહ્યા છે. લાંબા વિરામ બાદ મેઘરાજા પધારતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. મોરબી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 10 :15 વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો. હાલ સુધી વરસાદ ચાલુ છે. જ્યારે માળિયામાં સવારે 9 વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો. આસપાસના ગામડાઓમાં પણ સારો વરસાદ છે. હાલ સુધી ધોધમાર વરસાદ ત્યાં વરસી રહ્યો છે. જ્યારે હળવદમાં સવારે 8 વાગ્યાના અરસાથી વરસાદી માહોલ શરૂ થયો હતો. ધીમી ધારે આવ-જાવ કરી રહ્યો છે. જ્યારે આજે વાંકાનેર અને ટંકારા કોરા ધાકડ રહ્યા છે. ત્યાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે.