આડી શેરીઓમાં મેટલ નાખતા લેવલ ઊંચું આવી જતા બાકીના એરિયામાં પાણીનો ભરાવોમોરબી : મોરબીના લાતી પ્લોટમાં વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જેને કારણે વાહનચાલકોને તેમજ વેપારીઓને હાલાકી પડી રહી છે. આ અંગે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા અહીં જે કામ કરવામાં આવ્યું છે. તેમાં આડી શેરીઓમાં મેટલ નાખવાની કામગીરી કરવામાં આવી હતી. જેને કારણે તેનું લેવલ ઊંચું આવી ગયું છે. પરિણામે બાકીના એરિયામાં પાણી ભરાઈ ગયા છે. જો કે વેપારીઓએ ગટરોના ઢાંકણા ખોલી નાખતા થોડી રાહત થઈ હતી. પરંતુ પાણીનો ભરાવો હજુ યથાવત હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.