લાંબા વિરામ બાદ મેઘરાજાએ સટાસટી બોલાવી : શહેરમાં ઠેર-ઠેર પાણી-પાણી મોરબી : મોરબીમાં લાંબા બ્રેક બાદ આવેલા મેઘરાજાએ દે ધના ધન વરસાદ વરસાવ્યો છે. શહેરમાં માત્ર બે જ કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જેને કારણે અનેક રોડ-રસ્તા જળમગ્ન થઈ ગયા છે. મોરબીમાં આજે ઘણા દિવસો બાદ સવારે 10:15 વાગ્યાના અરસામાં મેઘસવારી આવી પહોંચી હતી. શરૂઆતમાં ધીમી ધારે બાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સરકારી ચોપડે નોંધાયેલ વરસાદ મુજબ મોરબી શહેરમાં સવારે 10થી 12 વાગ્યા દરમિયાન બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હળવદ અને માળિયામાં ઝાપટા પડ્યા છે. સવારે 10થી 12 વાગ્યા સુધીનો વરસાદ● મોરબી : 50 mm● માળિયા : 2 mm● હળવદ : 1 mmસવારે 8થી 10 વાગ્યા સુધીનો વરસાદ● મળિયા : 3 mm● હળવદ : 2 mm