મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે લોહાણા મહાજન-મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના જન્મદિવસની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરી હતી.આ તકે ગીરીશભાઈ ઘેલાણી, જ્યોત્સનાબેન ઘેલાણી, અંબરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, કૌશલભાઈ ઘેલાણી સહીતના પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતું. પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના ઘેલાણી પરિવારે પરિવારના મોભીના જન્મદીન નિમિત્તે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામના નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની, સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.