હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા હળવદ ચીફ ઓફિસરને આવેદન પાઠવવામાં આવ્યુંહળવદ : હળવદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો બાબતે હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા હળવદ નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનમાં જણાવવામાં આવ્યું કે, હળવદ શહેરી વિસ્તારમાં વિવિધ પ્રાથમિક સુવિધાના અભાવને કારણે મુશ્કેલી પડી રહી છે. જેને લઈને વિવિધ માંગ કરવામાં આવી છે. જેમાં હળવદ શહેરી વિસ્તારમાં દરેક વોર્ડમાં અને ખાસ કરીને વોર્ડ નં. - 1, અને વોર્ડ નં. 7માં ઉભરાતી ગટરોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવું, અદાણી કંપની દ્વારા ગેસની લાઈન નાખવા માટે ખાડાઓ કરવામાં આવેલ ખાડાઓને તાત્કાલિક બુરાણ કરી પી.સી.સી.કરવા, હળવદના તમામ વોર્ડમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થઈ આવતું હોય જેનું નિરાકરણ કરવા, શહેરમાં અમુક વિસ્તારોમાં પીવાનું પાણીને ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવે છે તેની જગ્યાએ કાયમી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા, મુખ્યમાર્ગો પર નડતર રૂપ દબાણો દૂર કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવા, ગેર કાયદેસર ચાલતી માસ, મટન, ઈંડાનું થતું વેચાણ બંધ કરાવવા, હળવદના દરેક વિસ્તારમાં અનિયમિત સફાઈ થતી હોય તે નિયમિત કરવા, શહેરની બંધ સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક ચાલુ કરાવવા તેમજ જરૂર હોય ત્યાં વીજ પોલ નાખવા, આ ઉપરાંત હળવદ શહેરના વોર્ડ નં - 1 તથા વોર્ડ નં. 7 વિકાસથી વંચિત હોય આ વિસ્તારમાં વધુમાં વધુ ગ્રાન્ટ ફાળવી નવા રોડ રસ્તા બનાવવા માંગ કરાઈ છે. તેમજ જો આ મુદ્દા પર તા. 31-7-2025 સુધીમાં નિરાકરણ નહિ કરવામાં આવે તો નાછૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા અને ન્યાયના હિતમાં થતી કાર્યવાહી કરવા ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.