વાંકાનેર : ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો તથા દેશદાઝ જાગે, બાળકો સ્કૂલના નીતિ - નિયમો અને સ્કૂલ વ્યવસ્થાપન અને વિકાસ સુધારણામાં ભાગીદાર બને તે હેતુસર આજે વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળસંસદ ચૂંટણી યોજાઈ હતી. આ બાળસંસદમાં જાહેરનામું, ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા, પ્રચાર પ્રક્રિયા તેમજ આજ રોજ બેગલેસ ડે શનિવારના દિવસે બાળ સંસદ ચૂંટણી યોજાઈ. જેમાં બાળકોની કક્કાવારી યાદી અને નામવાળી ફોટો યાદી પણ પ્રસિદ્ધ કરાયેલ હતી. મોબાઇલ દ્વારા વોટિંગ મશીનનો ઉપયોગ કરી આ ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણીનું લાઈવ કવરેજ પણ કરવામાં આવ્યું. આ ચૂંટણીમાં વિજેતા થનાર બાળસંસદના મહામંત્રી અને સહમંત્રી બનશે. જે શાળાના વિકાસ કાર્યમાં મદદરૂપ થશે.આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ કુબાવત, હિરેનભાઈ ઠાકર, ધર્મેશભાઈ પટેલ, હેતલબેન મકવાણા તથા શાળાના આચાર્ય અનિમેષભાઈ દુબરીયાએ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોને સમોસાનો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો હતો.