મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા તેમના પતિ સ્વ. જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન તા.22-7-2025ના સવારે 9 થી 11 કલાક દરમિયાન ઉગમેશ્વર મહાદેવ મંદિર પરિસર, જુની પીપળી ગામ ખાતે કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લોકોને લાભ લેવા પ્રમુખ દ્વારા અનુરોધ કરાયો છે.