મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવડી રોડ ખાતે તા. 18-7-2025ના રોજ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મોરબીની બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે “રકતદાન મહાદાન”ની ઉકિતને સાર્થક કરતાં આ કેમ્પમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. તેમજ રક્તદાનથી વ્યક્તિગત તથા સમાજને થતા ફાયદા અંગે લોકોને સમજ આપવામા આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સ્ટાફ તેમજ સામાજીક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.