મોરબી : બેંક ઓફ બરોડાના 118માં ફાઉન્ડેશન ડે નિમિત્તે ત્રાજપર શાખાના મેનેજર સંજીવકુમાર મિશ્રા અને પ્રકાશ ખટાણા તેમજ સ્ટાફ દ્વારા આજે લાલપર પ્રાથમિક શાળાના બાળકોની મુલાકાત લીધી હતી અને બેંક ઓફ બરોડા દ્વારા લાલપર સરકારી પ્રાથમિક શાળામાં આજે બે પંખા અને કબાટ તેમજ નાના નાના ભૂલકાઓને પુસ્તકો અને મીઠાઈ આપી ફાઉન્ડેશન દિવસની સાર્થક ઉજવણી કરી હતી અને સામાજિ જવાબદારી નિભાવી હતી.