એક સ્વીફ્ટ, એક એક્ટિવા સાથે પાંચ આરોપીઓની ધરપકડ, વાંકાનેર જાલીડા ગામે 14.97 લાખનો દારૂ રેઢી હાલતમાં મળ્યોમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ગઈકાલે શુક્રવારે જિલ્લા પોલીસવડાની આગેવાનીમાં હાથ ધરવામાં આવશે પ્રોહીબિશન કોમ્બિંગમા અલગ અલગ પાંચ દરોડામાં મોરબી, વાંકાનેર અને ટંકારામા 1154 બોટલ વિદેશી દારૂ અને બિયરના 14 ટીન સાથે પાંચ આરોપીઓને સ્વીફ્ટ, એક્ટિવા વાહન સાથે દબોચી લેવામાં આવ્યા હતા. સાથે જ વાંકાનેરના જાલીડા ગામની સીમમાંથી પોલીસે લાખોની કિંમતનો દારૂ રેઢી હાલતમાં ઝડપી લઈ દારૂનો જથ્થો ઉતારનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી હતી.મોરબી શહેર જિલ્લામાં પ્રોહીબિશન કોમ્બિંગ દરમીયાન એ ડિવિઝન પોલીસે વાવડી ચોકડી પાસેથી જીજે 36 એજી 6303 નંબરનું એક્ટિવા લઈને પસાર થતા આરોપી ઈશ્વર ઉર્ફે બાલો કરશનભાઇ કણઝારીયા રહે.હદાણીની વાડી અને રતિલાલ ધરમશી પરમાર રહે.માધાપર વાળાઓને વેટ 69 વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.3300 સાથે ઝડપી લઈ રૂ. 30 હજારનું એક્ટિવા મળી કુલ 33,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ શેરી નંબર 6ના ખૂણેથી આરોપી સમીર રફીકભાઈ પલેજા નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થતી જીજે 36 એજે 5218 નંબરની સ્વીફ્ટ કાર અટકાવી ચેક કરતા આરોપી નરેન્દ્ર શાંતિલાલ સુમ્બડ રહે.ગોલ્ડન પ્લાઝા, શનાળા બાયપાસ, મોરબી વાળાના કબ્જામાંથી બિયરના 13 ટીન કિંમત રૂપિયા 3250 મળી આવતા પોલીસે 3 લાખની કાર સહિત કુલ રૂપિયા 3,03250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ટંકારા પોલીસે જુના હડમતીયા રોડ ઉપરથી આરોપી અજય વિરજીભાઈ વાઘેલાને બિયરના એક ટીન કિંમત રૂપિયા 100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત વાંકાનેર પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી જાલીડા ગામની સીમમાં વસુંધરા ગામે જવાના રોડ ઉપર બાવળની કાટમાંથી વિદેશી દારૂની 1152 બોટલ કિંમત રૂપિયા 14,97,600નો મુદામાલ ઝડપી લીધો હતો.જો કે વિદેશી દારૂનો જંગી જથ્થો રેઢી હાલતમાં મળી આવ્યો હોય પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી અહીં દારૂ કોને છુપાવ્યો, કોણ વેચાણ કરતું હતું તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.