ટંકારા : ટંકારાની લતીપર ચોકડી ખાતે બેફામ ગંદકી અને કચરાની સમસ્યાને લઈને સ્થાનિક વેપારીઓ પરેશાન થઈ ગયા છે અને વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓમાં એટલો બધો રોષ જોવા મળી રહ્યો છે કે આગામી દિવસોમાં આ સમસ્યાને લઈને આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.લતીપર ચોકડીએ જોવા મળતી બેફામ ગંદકી અને કચરાની સમસ્યાને જોતાં નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. જેમાં બજરંગ ગ્રુપના કાંતિલાલ ફેફરે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે નગરપાલિકા પર દેખાડો કરીને વાહવાહી મેળવવાનો આરોપ લગાવ્યો છે. આ સમસ્યાને લઈને સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં અસંતોષ વધ્યો છે. આ સમસ્યાને લઈને નગરપાલિકા તંત્ર દ્વારા ઝડપી અને અસરકારક પગલાં લેવાની જરૂર છે. જેથી ગંદકીની સમસ્યા હલ થાય અને આંદોલનની સ્થિતિ ટળે.