ટંકારા : ટંકારાની લતીપર ચોકડી ખાતે ગંદકી અને કચરાના કારણે વેપારીઓ છેલ્લા ઘણા દિવસથી પરેશાની ભોગવી રહ્યા હતા. ત્યારે આ અંગેનો અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયો હતો. જેથી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવતા વેપારીઓને રાહત મળી છે. લતીપર ચોકડીએ સફાઈ અને ગંદકી બાબતે વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા હતા. આ અંગેના સમાચાર પ્રસિદ્ધ થતા વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ મહેશભાઈ રાજકોટિયા અને મંત્રી નાનજીભાઈ મેરજાએ તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરી તાકીદે સ્વચ્છતા અભિયાન આદરી સમસ્યાનું નિરાકરણ કરાવ્યું હતું.