છ જેટલી ક્લસ્ટર કચેરી અને પંચાસર રોડ ઉપરના પમ્પિંગ સ્ટેશનમાં પણ હવે ઇમરજન્સી વખતે સાયરન વાગશે મોરબી : મોરબી શહેરીજનોની સુરક્ષા અને જાગૃતિને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકાના કલસ્ટર 01 નાની વાવડી, કલસ્ટર 02 - અમરેલી, કલસ્ટર 03 મહેન્દ્રનગર, કલસ્ટર 04 - ભડિયાદ, કલસ્ટર 10 - રવાપર, કલસ્ટર 09 - શક્ત શનાળા તેમજ પંચાસર રોડ પર આવેલ પમ્પિંગ સ્ટેશન ખાતે પબ્લિક એનાઉન્સમેન્ટ સીસ્ટમ એટલે કે સાઈરન લગાડવામાં આવ્યા છે. કલસ્ટરમાં ફાળવેલ પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમનો અસરકારક રીતે ઉપયોગ થઈ શકે તે માટે મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તમામ કલસ્ટરના નોડલ અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. આ પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી મહાનગરપાલિકામાં કોઈ પણ પ્રકારની ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અણધારી આપદા વિશે સાઇરન વગાડીને જાણ કરી શકાય તેમજ નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાની કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન - માલને બચાવી શકાય. ત્યારે આવી કોઈ દુર્ઘટના થયે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 02822-230050 અને 101 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.