મોરબી : ટ્રેનોની સમય પાલનતામાં સુધાર કરવા અને તેમના ઝડપી સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી, અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં. ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત રાજકોટ સ્ટેશન પર હાલના સમય ૨૧.૦૩ વાગ્યાના બદલે ૨૧.૧૫ વાગ્યે આવશે અને ૨૧.૦૮ વાગ્યાના બદલે ૨૧.૨૦ વાગ્યે પ્રસ્થાન કરશે. આ ફેરફાર ૨૩.૦૭.૨૦૨૫ થી લાગુ પડશે. આ ટ્રેનના માર્ગમાં આવતા અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સ્ટોપેજ, આગમન/પ્રસ્થાન સમય સહિતની અન્ય અપડેટ માહિતી માટે મુસાફરોને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા યાદીમાં જણાવાયું છે.