મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડની ચોકડીએ જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી જુમાભાઈ સુલેમનાભાઈ સુમરા રહે.વનાળિયા વાળાને રોકડા રૂપિયા 1100 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.