મોરબી જિલ્લામાં 48.34 કરોડના ખર્ચે 35 નાલા - પુલીયા બનાવશેત્રણ મહીનામાં ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી આગામી ચોમાસા પહેલા કામ પૂર્ણ કરી લેવાશેમોરબી : મોરબીમાં બિસ્માર રોડ રસ્તા મુદ્દે શરૂ થયેલા જનઆંદોલન બાદ જિલ્લામાં લાંબા સમયથી માંગણી વાળા રોડ-રસ્તાના કામ અને નાલા પુલિયાના કામ ફટાફટ શરૂ થઇ રહ્યા હોવાના સાફ સાફ સંકેતો વચ્ચે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો, અન્ય જિલ્લાના માર્ગ તેમજ જિલ્લાના મહત્વના રોડના નાલા પુલીયાના 35 કામોને લીલીઝંડી આપી રૂપિયા 48.34 કરોડના કામને જોબ નંબર ફાળવ્યા હોવાની માર્ગ અને મકના વિભાગ મોરબીના સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું છે.મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર ડી.એસ.બાવરવાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં હળવદ, મોરબી, ટંકારા, વાંકાનેર અને માળીયા મિયાણાના વિવિધ ગ્રામ્ય માર્ગો, જિલ્લાના મહત્વના મોટા માર્ગ તેમજ અન્ય જિલ્લાને જોડતા માર્ગ ઉપર નાના-મોટા નાલા પુલીયા બનાવવાં માટે અગાઉ કરવામાં આવેલી રજૂઆતો મુજબના 35 કામોને ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ દ્વારા જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. અંદાજે રૂપિયા 48.34 કરોડના ખર્ચે સરકારે કુલ 35 નાલા -પુલિયાના કામને જોબ નંબર ફાળવ્યા હોવાથી આગામી ત્રણ મહિનામાં આ તમામ કામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. સાથે જ આગામી ચોમાસા પહેલા આ 35 નાલા પુલીયા પૈકીના નાના-નાના બ્રિજના કામ પૂર્ણ પણ કરી લેવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.વધુમાં રાજ્ય સરકારે જોબ નંબર ફાળવેલા નાલા -પુલિયાના કામોમાં મોરબી જિલ્લામાં માળીયા મિયાણા તાલુકાના સાત, વાંકાનેર તાલુકાના આઠ, મોરબીના આઠ, હળવદના આઠ અને ટંકારાના ચાર કામોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. વધુમાં કુલ 35 માર્ગ પૈકીના 25 માર્ગો વિલેજ રોડ, 10 ઓડીઆર એટલે કે અધર ડીસ્ટ્રીકટ રોડને જોડતા માર્ગ તેમજ એક રોડ મેજર ડીસ્ટ્રીકટ રોડનો આ જોબ નંબર ફાળવણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના આ નિર્ણયને પગલે લાંબા સમયથી અટકેલા નાલા પુલિયાના કામનો પ્રશ્ન હલ થયો છે.ક્યાં-ક્યાં માર્ગો પર બનશે નવા નાલા -પુલીયાતાલુકો રોડનું નામમાળીયા રાસંગપર- મહેન્દ્રગઢ રોડમાળીયા ખાખરેચી-વેણાસર રોડમાળીયા માણાબા -ચીખલી રોડમાળીયા સ્ટેટ હાઇવેથી ખીરસરા એપ્રોચ રોડમોરબી રવાપર (નદી) -સાદુળકા રોડમોરબી લખધીરપૂરથી અદેપર રોડમોરબી કાંતિપુર બગથળા રોડમોરબી ખાનપર કોયલી રોડહળવદ ધુળકોટ ઘાંટીલા રોડહળવદ વેગડવાવ ઇસનપુર રોડહળવદ ઢવાણા જીવા રોડટંકારા નેસડા (સુ)થી દેવળિયા રોડટંકારા સ્ટેટ હાઇવેથી નેસડા (સુ) રોડવાંકાનેર લીંબાડા એપ્રોચ રોડવાંકાનેર પંચાસરથી વઘાસીયા રોડવાંકાનેર વાંકાનેર સરધારકા રોડ