તા.1 સુધીમાં કામો ચાલશે, ત્યારબાદ ત્રણ મહિનામાં 40 જેટલા કામો શરૂ કરવામાં આવશે : ધારાસભ્ય મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ દિવસમાં તમામ વોર્ડના આગેવાનો સાથે ધારાસભ્ય કાંતિલાલે બેઠક યોજી તેમના પ્રશ્નો લઈને આજે મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી આ પ્રશ્નના નિરાકરણ માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. મોરબીમાં રોડ, ગટર, લાઈટ સહિતના પ્રશ્ને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તેવામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા તા.16, 17 અને 18 એમ ત્રણ દિવસ શહેરના તમામ 13 વોર્ડના આગેવાનો, સ્થાનિકો, ભાજપના હોદ્દેદારો અને પૂર્વ કાઉન્સીલરો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ સ્થાનિક પ્રશ્નો અંગેની રજૂઆતો લેખિતમાં લીધી હતી. બાદમાં આજે તમામ વોર્ડના પ્રશ્નોને લઈને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વોર્ડના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે તા.1 સુધીમાં લાઈટ, ગટર, રોડના પ્રશ્નો દૂર થશે. બાદમાં દર 15 દિવસે 4થી 5 કામો શરૂ થશે. થોડી તકલીફો છે. પણ આનું રિઝલ્ટ 3 મહિનામાં દેખાશે. આવતી તા.5થી ત્રણ મહિનામાં 40 જેટલા કામો શરૂ થવાના છે.