ટંકારા : ખેડૂતનેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તા. 31-7-2025ને ગુરુવારના રોજ સવારે 7:30 થી બપોરના 1 કલાક દરમ્યાન શ્રી કડવા પાટીદાર સમાજ વાડી, મુ.કલ્યાણપર, લતીપર રોડ, ટંકારા ખાતે મોરબી જિલ્લા સહકારી પરિવાર તેમજ સર્વ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.