મોરબી : મોરબીમાં ટીંબડીના પાટિયા પાસે એક કારને અકસ્માત નડતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. રાત્રે 8:30 વાગ્યાની સ્થિતિએ ટીંબડીના પાટિયાથી લઈ લખધીરપુરના નાકા સુધી વાહનોની કતાર લાગી હોવાનું ત્યાં ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકો જણાવી રહ્યા છે.