મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરજમાં રહેલ હોમગાર્ડ જવાન પ્રભુભાઈ સોલંકી આજે પીધેલી હાલતમાં ઝડપાયા હતા. લોકોએ તેને પોલીસને સોંપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ હોમ ગાર્ડ કમાન્ડ દીપ પટેલે જણાવ્યું કે આ જવાનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ સાથે વડી કચેરીએ રિપોર્ટ કરવામાં આવ્યો છે.