નશો કરેલી હાલતમાં રહેલા હોમગાર્ડ જવાન સામે પોલીસે કાર્યવાહી હાથ ધરીમોરબી : મોરબીના દારૂબંધીના નિયમના લિરા ઉડાડતી ઘટના સામે આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી એક હોમગાર્ડ પીધેલી હાલતમાં ઝડપાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીના ફરજમાં રહેલ હોમગાર્ડ જવાન પ્રભુભાઈ સોલંકી આજે પીધેલી હાલતમાં ઝડપાયા હતા. લોકોએ તેને પોલીસને સોંપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું કે હોમગાર્ડ જવાન સામે પીધેલાનો કેસ કરી કાર્યવાહી કરવામાં આવી છે.