બે ડીવાયએસપી, 7 પીઆઇ, 9 પીએસઆઈ અને 150 જેટલા પોલીસ જવાનો કોમ્બિંગમાં જોડાયામોરબી : મોરબી શહેરમાં આજે સાંજે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવ્યા હતા. જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં ચાલી નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ડ્રાઇવમાં મોરબી સિટી એ ડિવિઝન, બી ડિવિઝન ટ્રાફિક ડ્રાઇવ, ટ્રાફિક પોલીસ, એસઓજી, એલસીબી સહિતની શાખાઓ જોડાઈ હતી. આ મામલે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ થાય અને પ્રજાની સલામતી માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં બે ડીવાયએસપી, 7 પીઆઇ, 9 પીએસઆઈ અને150 જેટલા જવાનો જોડાયા છે. લોકોને અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે. શહેરમાં વાહનોની સંખ્યા વધારે હોવાના કારણે બીજા લોકોની ભૂલના કારણે ટ્રાફિક સર્જાય છે. વાહનચાલકો નો એન્ટ્રી, વન વે સહિતના નિયમોનું પણ પાલન કરે તેવી અપીલ છે. આ સાથે દરેક પોઇન્ટ ઉપર ટ્રાફિક જવાનોને સૂચના અપાઈ છે કે પિક હવર્સમાં તેઓ એલર્ટ રહે.