મોરબી : મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં લાલબાગ મામલતદાર કચેરી પાસે ડામર રોડનું પેચવર્ક કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નિરીક્ષણ કરી કામ યોગ્ય કરવા જણાવ્યું હતું. આ કામગીરી ડે. કમિશનર સંજય સોની, સિટી ઈજનેર હિતેશ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. ઉપરાંત કામગીરી શરૂ થઈ ત્યારે પાલિકા પૂર્વ પ્રમુખ કેતન વિલપરા,જયદીપ દેત્રોજા સહિતના હાજર રહ્યા હતા.