મોરબી : મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકાના આવેલા તમામ મહત્વના સર્કલો કે જેની ઉપર હાઈમાસ્ટ પોલ છે તે તમામ હાઈમાસ્ટ પોલ અને તેમાં આવેલ લાઈટો રીપેરીંગ કરી તેમજ જરૂર જણાયે નવી લાઈટ નાખીને ચાલુ કરવામાં આવી છે. જેના પરિણામે મોરબીના મુખ્ય માર્ગો અને ચોરાહાઓ પ્રકાશિત બન્યા છે. ત્યારબાદ મોરબીમાં આગામી સમયમાં કરવામાં આવેલ ટેન્ડર મુજબનું સ્ટ્રીટલાઈટનું મટીરીયલ પણ આવી ગયેલ છે. અને આ મટીરીયલથી મોરબી મહાનગરપાલિકાના ઘણા વિસ્તારો તેમજ મોરબીના તમામ મોટાભાગના વિસ્તારમાં આવરી લેવામાં આવેલ છે. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં લાઈટો ચાલુ કરવામાં આવેલ છે. આ કામગીરીથી મોરબી શહેરની રાત્રીકાલીન સુરક્ષા અને વ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે. આગામી દિવસોમાં બાકી રહેલા વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. તથા નવી લાઈટોની વ્યવસ્થા કરી સમગ્ર શહેરને વિસ્તૃત રીતે પ્રકાશિત બનાવાશે. મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા આ કાર્ય આગામી દિવસોમાં પણ તત્પરતા અને ગતિ સાથે ચાલુ રાખવામાં આવશે. જેથી મોરબી શહેર ઉજાસમય અને સુરક્ષિત બને તે હેતુથી સતત કામગીરી કરવામાં આવે છે.