વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બિસ્માર રોડ રસ્તા, રાતી દેવળીનો એક વર્ષથી વધુ સમયથી તૂટેલો પુલ, સિંધાવદરનો ડેમેજ પુલ, પીજીવીસીએલના પ્રશ્નો, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયાના પ્રશ્નો, રેઢિયાળ ઢોર અને જંગલી પશુઓ, ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરનો ત્રાસ, દારૂનું દૂષણ સહિતની સમસ્યાઓ બાબતે રજૂઆત કરવામાં આવી. વિશેષમાં જડેશ્વર રોડ અને અમરસર રોડના નબળા કામ બાબતે પણ રજૂઆતો કરવામાં આવી હતી.ઉપરાંત વાંકાનેર શહેરના બિસ્માર રોડ રસ્તા, ખાસ કરીને દાણાપીઠ ચોક થી કોલેજ અને હાઇવે થી દાણાપથ ચોકના ભંગાર રોડ, મિલપ્લોટ વીશીપરા રોડ, નગરપાલિકા દ્વારા ફિલ્ટર વગરનું દૂષિત પાણી, ઉભરાતી ભૂગર્ભ ગટરો અને તેના તૂટી ગયેલા ઢાંકણા, તથા એશિયાના સોસાયટી અને ગુલાબનગર સહિતના ઓજી વિસ્તારોમાં પીવાનું પાણી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.જેમાં વાંકાનેર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય હરદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ લુંભાણી, માર્કેટ યાર્ડ પ્રમુખ ગુલામભાઈ પરાસરા, યાર્ડ ઉપપ્રમુખ નાથાભાઈ ગોરિયા, માર્કેટ યાર્ડ પૂર્વ પ્રમુખ શકીલ પીરઝાદા, તાલુકા ખરીદ વેચાણ સંઘ પુર્વ પ્રમુખ ઈસ્માઈલભાઈ બાદી, રાજકોટ જિલ્લા સંઘ ડિરેક્ટર હુસેનભાઈ મંત્રી, રાજકોટ જિલ્લા દૂધ સંઘ ડિરેક્ટર અબ્દુલભાઈ બાદી, વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલિયા, તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પરમાર, વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવાળા, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ડૉ. રુકમુદ્દીન માથકીયા, કિસાન કોંગ્રેસ પ્રમુખ ફારૂક કડીવાર, પુર્વ સરપંચ હાસમભાઈ બાંભણીયા, સહકારી અગ્રણી હસન બક્ષીભાઈ, તાલુકા કોંગ્રેસ એસસી ડિપાર્ટમેંટ પ્રમુખ નવીનભાઈ વોરા, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ માનસુરભાઈ બેડવા સહિતના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરીને ઉપરોક્ત સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક લાવવાની માંગણી કરવામાં આવી હતી તથા આ બાબતે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.