મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની મોરબી મનપા કમિશનર સમક્ષ રજૂઆત મોરબી : મહેન્દ્રનગરમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં સ્ટ્રીટલાઈટ, રોડ પર પેચ વર્ક અને ભૂગર્ભ સફાઈની માંગ સાથે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મહેન્દ્રનગરના ભક્તિનગર સોસાયટીમાં સ્ટ્રીટલાઈટ નથી તથા રોડ કાચો હોય ત્યાં ગટર અને વરસાદના પાણી ભરાય છે. અને ભૂગર્ભ ગટરની સફાઈ અને પીવાના પાણીની લાઈન પણ ખરાબ હોય. ભૂગર્ભ ગટરનું પાણી પીવાના પાણીમાં મિકસ થઈને આવતું હોય ત્યારે આ વિસ્તારના પ્રશ્નો તાત્કાલિક હલ કરવા અંગે માંગ કરવામાં આવી છે.