મોરબી : અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સૌરાષ્ટ્ર પ્રાંત - મોરબી જિલ્લા દ્વારા મોરબી જિલ્લા પોલીસ સાયબર ક્રાઈમના સહયોગથી તા. 19-7-2025ને શનિવારના રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર શક્ત શનાળા ખાતે અંતર્ગત ઓનલાઈન ફ્રોડથી બચવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ વિભાગના સામાજિક સદભાવ સંયોજક લલિતભાઈ ભાલોડિયા તેમજ મુખ્ય મહેમાન તરીકે PSI યગ્નેશભાઈ વ્યાસ, UPC અમિતભાઈ બાબરીયા, મનોજભાઈ લકુમ અને આકૃતિબેન પીઠવા ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગ્રાહક જાગૃતિ માટે કામ કરે છે. જેમાં ગ્રાહક ક્યાં છેતરાય છે, કેવી રીતે છેતરાય છે તેની જાગૃતિમાં ગ્રાહક પંચાયતનો સિંહફાળો છે. તેમ યાદીમાં જણાવાયું છે.