આ કાર્યમાં સ્થાનિક-રાજકીય આગેવાનો અને દુકાનદારોએ આર્થિક સહયોગ આપ્યોમોરબી : મોરબીમાં સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં જિલ્લા પંચાયત પાસે દુકાનદારો, સ્થાનિક રાજકીય આગેવાનોના આર્થિક સહકાર તથા મોરબી મહાનગરપાલિકાના સહયોગથી જેન્સ માટે યુરીનેલની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, મોરબી શહેર સામાકાઠે સો-ઓરડી વિસ્તારમાં જિલ્લા પંચાયત પાસે ધણા સમયથી જાહેર યુરિન માટેની કોઈ વ્યવસ્થા ન હતી. આ વિસ્તારમાં સ્થાનિક દુકાનદારો જિલ્લા પંચાયત તેમજ કલેકટર ઓફીસો આવેલી છે. ત્યારે અહીં આવતા અરજદારોને જાહેરમાં શૌચાલય માટે તકલીફ પડતી હોય જે અંગે દુકાનદારોએ સ્થાનિક-રાજકીય, આગેવાનોને જાણ કરી હતી. ત્યારે સ્થાનિક-રાજકીય આગેવાનો તેમજ દુકાનદારોના આર્થિક સહીયોગથી યુરીનલ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં મોરબી મહાનગરપાલિકાનો પણ સારો સાથ સહકાર મળ્યો હતો. હાલ જેન્સ માટે યુરીનલની વ્યવસ્થા થતા રાહદારો તેમજ દુકાનદારો રાહત અનુભવે છે.