કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યાથી પરેશાન સ્થાનિકો આકરા મૂડમાંમોરબી : મોરબીમાં થોડા દિવસો બ્રેક રહ્યા બાદ ફરી જનઆંદોલન શરૂ થયું છે. આજે સાંજના સમયે કાલિકા પ્લોટના સ્થાનિકોએ રવાપર રોડ ઉપર ચક્કાજામ કરી દીધો છે. આ મામલે કાલિકા પ્લોટના સ્થાનિકોએ જણાવ્યું કે તેઓના વિસ્તારમાં ગટર સતત ઉભરાઈ રહી છે. ઘરોમાં બાથરૂમ અને ટોઇલેટમાંથી ગટરના પાણી નીકળી રહ્યા છે. આ ઉપરાંત રોડ ઉપર પણ આ પાણી એમનમ પડ્યા રહેતા હોય મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે. જેને કારણે રોગચાળો ફેલાઈ તેવી સ્થિતિ ઉદભવી છે. આ વિસ્તારમાં એક શાળા પણ છે. ઉપરાંત ગટરના જે પાણી ભર્યા રહે છે તેમાં સેવાળ થઈ જતા લોકો લપસીને પડે પણ છે. હવે જ્યાં સુધી મહાપાલિકાના અધિકારીઓ અહીં આવી સ્થિતિને રૂબરૂ જોઈ કામ શરૂ નહીં કરાવે ત્યાં સુધી આ ચક્કાજામ હટાવવામાં નહિ આવે.