મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં M.Com. સેમેસ્ટર- 2 (એપ્રિલ - 2025) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું 99% જેટલું ઝળહળતું પરિણામ મેળવીને યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે. આર.ઓ. પટેલ મહિલા કોલેજમાં પ્રથમ નંબરે વ્યાસ હેત્વી રાજેશભાઈ 423/500, બીજા નંબરે પડસુંબીયા શ્રુતિ પરેશભાઈ 421/500, ત્રીજા નંબરે નકુલ માનસી ચમનભાઈ 419/500, ચોથા નંબરે નકુમ કુંજલ વસ્તાભાઈ 417/500, પાંચમા નંબરે કંઝારિયા રીંકલ નરેશભાઈ તથા નકુમ આકૃતિ દેવરાજભાઈ 415/500 માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરિવારનું નામ સમગ્ર જિલ્લા તથા સૌરાષ્ટ્રમાં ગુંજતું કર્યું છે. સર્વે વિદ્યાર્થિનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.