મોરબી : મોરબીના કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જીવરાજાની પોતાના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આવતીકાલે તારીખ 17 જુલાઈ ને ગુરુવારના રોજ રોપાનું વિતરણ કરશે. જ્યોતિબેન જીવરાજાની દ્વારા કાલે ગુરુવારે સવારે 7-30 થી વાવડી રોડ પર રાધા પાર્કના ગેટની બાજુમાં તુલસીજી તથા અન્ય ફૂલોના રોપાનું વિતરણ કરશે. તો પર્યાવરણ પ્રેમીઓને આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 9712101533 પર સંપર્ક કરવા જણાવાયું છે.