મોરબી : મોરબીમાં સ્વ. ધરમશીભાઈ બેચરભાઈ કગથરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમ્બોઝા ગ્રેનાઈટો પ્રા. લી. ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં 50 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. ધરમશીભાઈ કગથરાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં જીગ્નેશભાઈ ઝાલરીયા, સતિષભાઈ વડગાસીયા, હસમુખભાઈ કુંડારીયાએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, એમ્બોઝા ગ્રેનાઈટો પ્રા.લી.પરિવાર અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.