ટંકારા : મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચા પૂર્વ ઉપપ્રમુખ અજયકુમાર ઝાલરીયા દ્વારા ટંકારા મામલતદાર તંત્રને આવેદન પાઠવીને ટંકારા શહેર- ગ્રામ્યના રોડ, ખેતર જવાના રસ્તા રીપેરીંગ કરવા, સાર્વજનિક લાઇટ, રઝળતા પશુ પકડવા, વીજ પોલને નડતરરૂપ ડાળીઓ કાપવી, વરસાદી પાણીનો નિકાલ સહિતની સમસ્યાનું સમાધાન લાવવાની માંગ કરવામાં આવી છે.